૧. શ્રી અડા આઠમ મેવાડા સુથાર વેલફેર ટ્રસ્ટ
અન્ય વિકસિત સમાજોમાંથી પ્રેરણા લઈ સમાજસેવાની ખેવનાવાળા ૨૫ થી ૩૦ યુવાનો સામાજીક સુરક્ષા યોજનાના વિચાર સાથે મળ્યા અને વિચાર વિમર્શને અંતે શ્રી અડા આઠમ મેવાડા સુથાર વેલફેર ટ્રસ્ટ નવપલ્લવિત થયું.આ મીટીંગમાં ટ્રસ્ટી, હોદ્દેદારો કારોબારી સભ્યોની સર્વાનુંમતે વરણી કરવામાં આવી . ટ્રસ્ટનો વહીવટ અને આર્થિક પ્રવૃતિઓ સૂચારુ રીતે ચાલે તે માટે ટ્રસ્ટ રજીસ્ટેશન પણ કરવામાં આવ્યું છે.
“સામાજિક સુરક્ષા યોજના”
“સામાજિક સુરક્ષા યોજના” ઉમદા કાર્યથી ટ્રસ્ટની સમાજ સેવાની પ્રવૃતિના શ્રી ગણેશ થયા. ટ્રસ્ટના રજીસ્ટર્ડ સ્ભ્યના આકસ્મિક મૃત્યું સમયે પરિવારને ‘શ્રદ્ધાંજલી ફાળાની રકમ’ પ્રાપ્તિ પરિવારના સ્વમાન અને આર્થિક વળતર બંને ઉદ્દેશો સાચવશે. યોજનાની વધુ વિગત યોજના અંગેની માહિતી તથા ટ્રસ્ટના ટ્રસ્ટી, હોદ્દેદારો, કારોબારી સભ્યો અને પ્રતિનિધિઓ ની માહિતી સંપર્કના ઉદ્દેશથી રજુ કરી છે.